Pages

Tuesday, 13 September 2016

To be ક્રીયાપદના પ્રશ્નાર્થક અને નકારવાચક વાક્યો


To be ક્રીયાપદના પ્રશ્નાર્થક અને નકારવાચક વાક્યો

વહેવારમાં આપણે ડગલે - પગલે પ્રશ્નો પૂછતા હોઇએ છીએ. ગુજરાતીમાં પ્રશ્નો પૂછવા માટે વાક્યમાં કોઈ ફેરફાર કરવો પડતો નથી. અમુક રીતે બોલવાથી પ્રશ્ન બની જાય છે. લખવામાં વાક્યને છેડે પ્રશ્નાર્થ ( ? ) આવું ચિહન મૂકવાથી પ્રશ્ન બને છે જેમકે : -

( 1 ) તમે નિશાળે જાઓ છો.
        તમે નિશાળે જાઓ છો ?

( 2 ) તે બજારે જાય છે.
       તે બજારે જાય છે ?

પરંતુ અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં પ્રશ્ન બનાવવા માટે વાક્યમાં ખાસ ફેરફાર કરવો પડે છે.
પ્રશ્નાર્થક વાક્યોમાં જ્યારે પ્રશ્નવાચક શબ્દ " શું "વાક્યની શરૂઆતમાં આવે ત્યારે Am , Is , અને Are કર્તા પ્રમાણે સર્વપ્રથમ મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્તા ની અંગ્રેજી કરવામાં આવે છે અને ત્યાર બાદ કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે.

નીચેનાં વાક્યોનો  અભ્યાસ કરો : -

( 1 ) આ ખમીસ છે.
       This is a shirt.
      શું આ ખમીસ છે ?
      Is this a shirt ?

( 2 ) પેલો કોટ છે.
       That is a coat.
       શું પેલો કોટ છે ?
      Is that a coat ?

( 3 ) પેલા પુસ્તકો છે.
        Those are books.
        શું પેલા પુસ્તકો છે ?
        Are those books ?

( 4 ) આ ફૂલો છે.
       These are flowers.
       શું આ ફૂલો છે ?
       Are these flowers ?

( 5 ) તે માણસ છે.
        He is a man.
       શું તે માણસ છે ?
       Is he a man ?

( 6 ) હું ડૉક્ટર છું.
        I am a doctor.
       શું હું ડોક્ટર છું ?
       Am I a doctor ?

( 7 ) તમે ખેડૂત છો.
       You are a farmer.
       શું તમે ખેડૂત છો ?
       Are you a farmer ?

( 8 ) આ કૂતરો છે.
        This is a dog.
       શું આ મારો કૂતરો છે ?
       Is this my dog ?

( 9 ) પેલો તમારો કૂતરો છે.
       That is your dog.
       શું પેલો તમારો કૂતરો છે ?
      Is that your dog ?

જ્યારે સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવુ હોય ત્યારે સામાન્ય રીતે પહેલું ક્રીયાપદ અને પછી કર્તા ( ક્રીયાનો કરનાર ) આવે છે.

ધ્યાનમાં રાખો : -

વિધાનવાક્યમાં to be ક્રીયાપદના વર્તમાનકાળનાં રૂપો am , is , અને are હોય તો પ્રશ્નાર્થક વાક્ય બનાવવા આ રૂપો વાક્યની શરૂઆતમાં કર્તાની પૂર્વે આવે છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થચિહન ( ? ) મુકાય છે.

નકારવાચક વાક્ય : -

નકારવાચક વાક્યોમાં સર્વપ્રથમ કર્તા ની અંગ્રેજી ત્યાર બાદ Am , Is , અને Are કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે પછી not અને ત્યાર બાદ કર્મ અને અન્યવાક્યોમૂકવામાં આવે છે.

નીચેનાં વાક્યોનો અભ્યાસ કરો : -

( 1 ) આ ખમીસ છે.
       This is a shirt.
       આ ખમીસ નથી.
       This is not a shirt.

( 2 ) પેલા પુસ્તકો છે.
        Those are books.
       પેલા પુસ્તકો નથી.
       Those are not books.

( 3 ) તે મારો ભાઈ છે.
       He is my brother.
       તે મારો ભાઈ નથી.
       He is not my brother.

( 4 ) હું શિક્ષક છું.
        I am a teacher.
        હું શિક્ષક નથી.
        I am not a teacher.

( 5 ) તમે સિપાઇ છો.
        You are a policeman.
        તમે સિપાઇ નથી.
        You are not a policeman.

( 6 ) તે પરીચારીકા છે.
        She is a nurse.
        તે પરીચારીકા નથી.
        She is not a nurse.

( 7 ) તે ખેડૂત છે.
        He is a farmer.
        તે ખેડૂત નથી.
        He is not a farmer.

ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે સાદા હકારવાચક વાક્યને નકારવાચક બનાવવા માટે to be ક્રીયાપદનાં રૂપો am , is , અને are પછી not મુકાય છે.

હવે નીચેનાં પ્રશ્નો અને તેનાં ઉતરો સમજો : -

( 1 ) આ પુસ્તક છે ?
       Is this a book ?
       હાં , આ પુસ્તક છે.
       Yes , this is a book.
      ના , આ પુસ્તક નથી.
      No , this is not a book.

( 2 ) તે તમારી પેન છે ?
        Is that your pen ?
       હાં , તે મારી પેન છે.
       Yes , it is my pen.
       ના , તે મારી પેન નથી.
       No , it is not my pen.

( 3 ) આ તેની લખોટીઓ છે ?
       Are these his marbles ?
      હાં , આ તેની લખોટીઓ છે.
      Yes , these are his marbles.
      ના , આ તેની લખોટીઓ નથી.
      No , these are not his marbles.

( 4 ) શું તું છોકરી નથી ?
        Are you not a girl ?
       હાં , હું છોકરી છું.
       Yes , I am a girl.
       ના , હું છોકરી નથી.
       No , I am not a girl.

( 5 ) શું આ ખુરશી છે ?
       Is this a chair ?
      હાં , આ ખુરશી છે.
      Yes , this is a chair.
      ના , તે ખુરશી નથી.
      No , it is not a chair.


( 6 ) શું પેલી બિલાડી કાળી છે ?
        Is that cat black ?
        હાં , પેલી બિલાડી કાળી છે.
        Yes , that cat is black.
        ના , તે કાળી નથી.
        No , it is not black.

( 7 ) શું પેલો છોકરો જાડો છે ?
        Is that boy fat ?
       ના , તે જાડો નથી.
       No , he is not fat.
       તે પાતળો છે.
       He is thin.

( 8 ) શું આ ટોપી મોટી છે ?
       Is this cap big ?
       ના , તે મોટી નથી.
       No , it is not big.
       તે નાની છે.
       It is small.

( 9 ) શું રામભાઈ ખેડૂત છે ?
        Is Rambhai a farmar ?
       નાં , તે ખેડૂત નથી.
       No , he is not a farmer.
       તે દૂધવાળા છે.
       He is a milkman.

( 10 ) શું મનુભાઈ તમારા પિતા છે ?
          Is Manubhai your father ?
          ના , તે મારા પિતા નથી.
          No , he is not my father.
          તે મારા કાકા છે.
          He is my uncle.
       
     



To be ક્રીયાપદનો વર્તમાનકાળ


To be ક્રીયાપદનો વર્તમાનકાળ

 To be ( ટુ બી ) એટલે થવું અથવા હોવું નીચે પુરૂષ - વાચક  સર્વનામ સાથે to be ક્રીયાપદના વર્તમાનકાળનાં  ત્રણે પુરુષનાં રૂપો આપ્યા છે.દયાનમાં રાખો : -

એકવચન - Singular

પ્ર. પુરુષ : - I am : - હું છું.
બી. પુરુષ : - You are :- તું છે, તમે છો.
ત્રી. પુરુષ : - He is :- તે ( પુરૂષ ) છે.
                    She is :- તે ( સ્ત્રી ) છે.
                    It is : - તે ( નાન્યતર ) છે.

બહુવચન - Plural

પ્ર. પુરુષ :- We are : - અમે છીએ.
બી. પુરુષ : - You are : - તમે છો.
ત્રી. પુરુષ : - They are : - તેઓ છે.
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )

ઉપરનાં રૂપો તપાસવાથી જણાશે કે વર્તમાનકાળમાં એકવચનમાં to be નું પ્ર. પુરૂષનું રૂપ am છે , બીજા પુરૂષનું રૂપ are છે , અને ત્રીજા પુરૂષનું રૂપ is છે. બહુવચનમાં ત્રણે પુરૂષમાં to be નું રૂપ are છે.

દયાનમાં રાખો : -

( 1 ) પુરુષનો અર્થ માણસ લેવાનો નથી પણ તે કોઈ વ્યક્તિ કે વસ્તુ હોઇ શકે. પ્ર.પુરૂષ એટલે વાત કરનાર પોતે , બીજો પુરૂષ એટલે વાત સાંભળનાર , ત્રીજો પુરૂષ એટલે જેના વિષે વાત થતી હોય તે વ્યક્તિ કે વસ્તુ.

( 2 ) બહુવચનનાં સર્વનામ સાથે ત્રણે પુરૂષમાં are વપરાય છે.

( 3 ) એકવચનનાં સર્વનામ સાથે પ્ર.પુરૂષમાં am , બીજા પુરૂષમાં are અને ત્રીજા પુરૂષમાં is વપરાય છે.

( 4 ) એકવચનના નામ સાથે is અને બહુવચનના નામ સાથે are વપરાય છે.

( 5 ) નામ ( સંજ્ઞા ) હંમેશા ત્રીજા પુરૂષમાં હોય છે.

( 6 ) અંગ્રેજીમાં ત્રીજા પુરૂષ એકવચનમાં ત્રણ સર્વનામ છે : - He , She , અને It. તેમાંથી he સર્વનામ પુરૂષ કે છોકરા માટે , she સર્વનામ સ્ત્રી કે છોકરી માટે , અને it સર્વનામ નિર્જીવ પદાર્થ , પશુપંખી કે જીવજંતુ માટે વપ- રાય છે.ત્રણેને માટે ગુજરતી શબ્દ " તે " છે.

( 7 ) અંગ્રેજીમાં બોલનારની નજીક રહેલ એક જ વ્યક્તિ , પ્રાણી કે વસ્તુ બતાવવા માટે this શબ્દ અને બોલનાર    થી દૂર રહેલ એક જ વ્યક્તિ , પ્રાણી કે વસ્તુ બતાવવા માટે that શબ્દ વપરાય છે.

( 8 ) અંગ્રેજીમાં કોઈ વસ્તુ કે પ્રાણી પરની પોતાની માલિકી બતાવવા માટે my વપરાય છે. એ જ પ્રમાણે સામેની વ્યક્તિની આ પ્રકારની માલિકી બતાવવા માટે your વપરાય છે. નામની પહેલા my કે your આવે ત્યારે તેની પૂર્વે આર્ટીકલ મૂકવામાં આવતો નથી, આ કારણ થી " a my book " એમ બોલાય કે લખાય નહી , પણ ફક્ત " my book " એમ જ બોલાય કે લખાય.

સ્વવાચક વિશેષણો : -

એકવચન - Singular

પ્ર. પુરુષ : - my  : - મારૂં
બી. પુરુષ : - Your :- તમારું , તારું
ત્રી. પુરુષ : - His :- તેનું  ( નર જાતિ )
                    Her :- તેનું  ( નારી જાતિ )
                    Its : - તેનું ( નાન્યતર જાતિ )

બહુવચન - Plural

પ્ર. પુરુષ :- our : - આપણું , અમારું
બી. પુરુષ : - Your : - તમારૂં
ત્રી. પુરુષ : - Their : - તેઓનું
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )

નીચેનાં વાક્યોમાં to be ક્રીયાપદનો ઉપયોગ દયાનમાં રાખો : -

( 1 ) ટપાલી શેરીમાં છે.
       The postman is in the street.

( 2 ) છોકરાઓ મેદાનમાં છે.
       The boys are on the playground.

( 3 ) આ ચોપડી છે.
       This is a book.

( 4 ) હું શિક્ષક છું.
       I am a teacher.

( 5 ) તે મારો ભાઈ છે.
       He is my brother.

( 6 ) હું તારી બહેન છું.
       I am your sister.

( 7 ) આ કૂતરો છે.
       This is a dog.

( 8 ) આ મારો કૂતરો છે.
       This is my dog.

( 9 ) પેલો તમારો કૂતરો છે.
       That is your dog.

( 10 ) આ ભમરડો છે.
       This is a top.

( 11 ) તે મારો ભમરડો છે.
          It is my top.

( 12 ) તું રાજેશ છે.
         You are Rajesh.

( 13 ) તું વિધાર્થી છે.
         You are a pupil.

( 14 ) આ પેન્સિલો છે.
       These are pencils.

( 15 ) પેલું ફુલ સુંદર છે.
          That flower is beautiful.

ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે સર્વપ્રથમ કર્તા ની અંગ્રેજી ત્યાર બાદ Am , Is અને Are કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે અને ત્યાર બાદ કર્મ અને વાક્યો મૂકવામાં આવે છે.


Tuesday, 2 August 2016

સાદો ભૂતકાળ



સાદો ભૂતકાળ

અંગ્રેજીમાં ક્રીયાપદને ભૂતકાળમાં ફેરવવા માટે મોટે ભાગે ed લગાડવામાં આવે છે. જેમકે ( to ) walk - walked   ( વોકડ ) ચાલ્યો.

( To ) walk ના ભૂતકાળનાં રૂપ

પ્રથમ પુરુષ : -

એકવચન : - I walked. ( આઇ વોકડ ) હું ચાલ્યો.

બહુવચન : - We walked. ( વી વૉક્ડ ) અમે ચાલ્યા.

બીજો પુરૂષ : -

એકવચન : - You walked. ( યુ વૉક્ડ ) તું ચાલ્યો.

બહુવચન : - You walked. ( યુ વૉક્ડ ) તમે ચાલ્યા.

ત્રીજો પુરૂષ : -

એકવચન : - He walked. ( હી વૉક્ડ ) તે ચાલ્યો.

                  She walked. ( શી વૉક્ડ ) તે ચાલી.

                  It walked. ( ઇટ વૉક્ડ ) તે ચાલ્યું.

બહુવચન : - They walked. ( ધે વૉક્ડ ) તેઓ ચાલ્યા.

કેટલાંક ક્રીયાપદોનું ભૂતકાળમાં જુદું જ રૂપ થાય છે , જેમકે : -

( to ) come ( ટુ કમ ) આવવું  - came ( કેઇમ ) આવ્યો ( to ) go ( ટુ ગો )  જવું - went ( વેન્ટ ) ગયો
( to ) write ( ટુ રાઇટ ) લખવું - wrote ( રોટ) લખ્યો
( to ) win ( ટુ વિન ) જીતવું - won ( વન ) જીત્યો
( to ) teach ( ટુ ટીચ ) શીખવવું - taught ટોટ શીખવ્યું
( to ) drink ( ટુ ડ્રીંક ) પીવું - drank ( ડ્રેન્ક ) પીધું
( to ) ring ( ટુ રીંગ ) વગાડવું -  rang ( રેંગ ) વગાડયું
( to ) make ( ટુ મેઇક ) બનાવવું - made મેઇડબનાવ્યુ  ( to ) throw ( ટુ થ્રો ) ફેંકવું - threw ( થ્ર્યૂ ) ફેક્યું
( to ) run ( ટુ રન ) દોડવું - ran ( રેન ) દોડયો
( to ) ride ( ટુ રાઇડ ) સવારી કરવી - rode ( રોડ )
                                                       સવારી કરી
( to ) get ( ટુ ગેટ ) મેળવવુ - got ( ગોટ ) મેળવ્યૂ  

કેટલાક ક્રીયાપદ ભૂતકાળમાં પણ એ જ રૂપે વપરાય છે , જેમકે : -

( to ) cut ( ટુ કટ ) કાપવું - cut ( કટ ) કાપ્યું
( to ) shut ( ટુ શટ ) બંધ કરવું - shut ( શટ ) બંધ કર્યું
( to ) put ( ટુ પુટ ) મૂકવું - put ( પુટ ) મૂક્યું
( to ) let ( ટુ લેટ ) દેવુ ,રજા આપવી - let ( લેટ ) દીધું ,
                                                               રજા આપી
( to ) hurt ( ટુ હર્ટ ) ઇજા કરવી - hurt ( હર્ટ ) ઇજા કરી
( to ) cost ( ટુ કોસ્ટ ) પૈસા બેસવા - cost ( કોસ્ટ )
                                                               પૈસા બેઠા
( to ) split ( ટુ સ્પ્લીટ ) ફાડવુ - split ( સ્પ્લીટ ) ફાડયુ



નોંધ : -

( 1 ) ક્રીયાપદને છેડે Y આવ્યો હોય અને Y ની પહેલા વ્યંજન હોય તો Y નો i કરીને પછી ed લગાડવો , જેમકે - cry - cried.

( 2 ) ક્રીયાપદને છેડે એક જ વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર હોય તો ed લગાડતા પહેલા છેલ્લો વ્યંજન બેવડાવવો . જેમકે : - stop - stopped.

નીચેના વાક્યો તપાસો :-

( 1 ) સવારે મેં મારા હાથ - મોં ધોયા.
   I washed my hands and face in the morning.

( 2 ) ગઈ કાલે રાધાએ તેની માને મદદ કરી.
   Radha helped her mother yesterday.

આમ , washed અને helped ક્રીયાપદો અગાઉ શી ક્રીયા થઈ એ કહે છે . અગાઉ થઈ ગયેલી ક્રીયાને ભૂતકાળની ક્રીયા કહે છે.એટલે આ ક્રીયાપદોનો કાળ ભૂતકાળ છે.    

પ્રશ્નાર્થક વાક્યો : -

( 1 ) મેં મારા શિક્ષકનો આભાર માન્યો.
      I thanked my teacher.
      શું મેં મારા શિક્ષકનો આભાર માન્યો ?
     Did I thank my teacher ?

( 2 ) તમે ક્રીકેટ રમ્યા.
        You played cricket.
       શું તમે ક્રીકેટ રમ્યા ?
       Did you play cricket ?

ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે જ્યારે પ્રશ્નસૂચક શબ્દ શરૂઆતમાં આવે ત્યારે ભૂતકાળમાં રહેલાં વિધાનવાક્યોને પ્રશ્નાર્થક વાક્યોમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆતમાં to do સહાયકારક ક્રીયાપદનું ભૂતકાળનું રૂપ did , પછી કર્તા અને ત્યાર પછી ક્રીયાપદનું મૂળ રૂપ, કર્મ અને અંતે અન્ય વાક્યો મૂકવામાં આવે છે. ( Did + કર્તા + ક્રીયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય  )

હવે નીચેનાં વાક્યો તપાસો : -

( 1 ) તમે ક્રીકેટ ક્યાં રમ્યા ?
       Where did you play cricket ?

( 2 ) તમે ક્રીકેટ ક્યારે રમ્યા ?
        When did you play cricket ?

( 3 ) તમે શા માટે દાખલા ભૂંસી નાખ્યા ?
        Why did you rub out the sums ?

( 4 ) તમે તમારી ચોપડીઓ કેવી રીતે ગોઠવી ?
       How did you arrange your books ?

ઉપરનાં વાક્યોમાં where ( ક્યાં ) , when ( ક્યારે ) , why ( શા માટે ) , અને how ( કેવી રીતે ) એ પ્રશ્નસૂચક શબ્દો છે. જ્યારે પ્રશ્નસૂચક શબ્દો વાક્યો ની વચ્ચે આવે ત્યારે સર્વપ્રથમ પ્રશ્નસૂચક શબ્દ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે , પછી did અને ત્યાર બાદ કર્તાની અંગ્રેજી , પછી ક્રીયાપદનું મૂળ રૂપ , ત્યાર બાદ કર્મ અને અંતે અન્ય વાક્યો મૂકવામાં આવે છે. ( where / when / why / how + did + કર્તા + ક્રીયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય વાક્ય )

નકારાત્મક વાક્યો : -

( 1 ) હું વખતસર સ્ટેશને પહોંચ્ચો.
       I reached the station in time.
       હું વખતસર સ્ટેશને પહોંચ્ચો નહીં.
       I did not reach the station in time.

( 2 ) તેણે મને ધક્કો માર્યો.
        He pushed me.
        તેણે મને ધક્કો માર્યો નહીં.
        He did not push me.

ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે ભૂતકાળમાં હકારાત્મક વાક્યમાંથી નકારાત્મક વાક્ય બનાવતી વખતે સર્વપ્રથમ કર્તા , પછી did not અને ત્યાર પછી ક્રીયાપદનું મૂળ રૂપ , પછી કર્મ અને અંતે અન્ય વાક્યની અંગ્રેજી કરવામાં આવે છે. ( કર્તા + did + not + ક્રીયાપદનું મૂળ રૂપ + કર્મ + અન્ય વાક્ય )

મનૉયત્ન : -

( 1 ) તેણે બારણું બંધ કર્યું .
        He shut the door.

( 2 ) અમે ચોપડીઓ ઉઘાડી.
       We opened the books.

( 3 ) રમેશ કાલે બે કીલોમીટર ચાલ્યો.
       Ramesh walked two kilometers yesterday.

( 4 ) સુરેશે મને બે વાર બોલાવ્યો.
        Suresh called me twice.

( 5 ) મારો કૂતરો દસ વર્ષ જીવ્યો.
       My dog lived ten years.

( 6 ) તેનો ઘોડો અહીં અટકયો.
        His horse stopped here.

( 7 ) તેની નાની બહેન રડી.
        His younger sister cried.

( 8 ) તેણે ( બાઇએ ) પોતાના કપડા ધોયા.
        She washed her clothes.

( 9 ) વાઘે હરણને માર્યું.
       The tiger killed the deer.

( 10 ) તમે સાંજ ક્યાં પસાર કરી ?
         where did you pass the evening ?

( 11 ) શું તું ગઈ કાલે આખો દીવસ રમ્યો ?
          Did you play the whole day yesterday ?

( 12 ) અમે બપોરે ક્રીકેટ રમ્યા નહીં.
          We did not play cricket at noon.
     
     
           


Wednesday, 27 July 2016

સાદો ભવિષ્યકાળ


સાદો ભવિષ્યકાળ : -

અંગ્રેજીમાં ભવિષ્યકાળ બતાવવા માટે I અને We સાથે Shall ( શેલ ) અને you , he , she , it , અને They સાથે will  ( વિલ ) વપરાય છે .

નીચે to  run ( દોડવું ) ક્રીયાપદના સાદા ભવિષ્યકાળના બધાં રૂપો આપ્યાં છે તે ધ્યાનમાં રાખો :

પ્રથમ પુરૂષ : -

એકવચન : - I shall run.
                   હું દોડીશ.

બહુવચન : - We shall run .
                   અમે દોડીશું .

બીજો પુરૂષ : -

એક વચન : - You will run.
                    તું દોડશે.

બહુવચન :- You will run .
                  તમે દોડશો .

ત્રીજો પુરૂષ : -

એક વચન : - He will run.
                    તે દોડશે .
               
                   She ( સ્ત્રી ) will run.
                   તે દોડશે .

                   It ( નાન્યતર ) will run .
                   તે દોડશે .

બહુવચન : - They will run .
                   તેઓ દોડશે.

થઈ ગયેલી ક્રીયા સૂચવવા માટે ભૂતકાળ વપરાય છે. કેટલીક ક્રીયાઓ હવે પછીનાં સમયમાં થવાની હોય છે . હવે પછીના સમયમાં એટલે ભવિષ્યમાં બનવાની ક્રીયા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. નીચેનાં વાક્યો તપાસો : -

( 1 ) હૂઁ આવતી કાલે વહેલો ઉઠીશ .
       I shall get up early tomorrow.

( 2 ) અમે આવતે મહીને મેચ રમીશું.
       We shall play a match next month .

( 3 ) તે પરીક્ષામાં નાપાસ થશે .
       He will fail in the examination .

( 4 ) તમે અહીં આવશો .
        You will come here.

( 5 ) તેઓ  પોતાના મિત્રોને મળશે .
        They will meet their friends.

ઉપરનાં બંધા વાક્યોમાં ક્રીયાપદો ક્રીયા ભવિષ્યમાં બનનાર છે એવો ભવિષ્યકાળનો અર્થ બતાવે છે. ક્રીયા ભવિષ્યમાં બનનાર હોય ત્યારે સામાન્ય રીતે ક્રીયાપદનો સાદો ભવિષ્યકાળ વપરાય છે.

ભવિષ્યકાળનાં વિધાનવાક્યને પ્રશ્નાર્થક વાક્યમાં ફેરવતી વખતે shall કે will અને મુખ્ય ક્રીયાપદની વચ્ચે કર્તા મૂકવામાં આવે છે. નીચેનાં વાક્યો તપાસો : -

( 1 ) તું કાલે આવીશ.
       You will come tomorrow.

      શું તું કાલે આવીશ ?
      Will you come tomorrow ?

( 2 ) તમે રાત્રે અહીં રોકાશો.
        You will stay here at night.

       શું તમે રાત્રે અહીં રોકાશો ?
       Will you stay here at night ?

હવે નીચેનાં વાક્યો તપાસો : -

( 1 ) તમે આ કામ કેવી રીતે કરશો ?
       How will you do this work ?

( 2 ) તમે અહીં ક્યારે આવશો ?
       When will you come here ?

( 3 ) ઘંટ કોણ વગાડશે ?
        Who will ring the bell ?

( 4 ) તે કયા રમશે ?
        Where will he play ?

( 5 ) તે શું ખાશે ?
       What will he eat ?

આ પ્રકારના પ્રશ્નાર્થક વાક્યોમાં શરૂઆતમાં How , when , where કે what પ્રશ્નાર્થસૂચક શબ્દ મૂકવામાં આવે છે. ત્યાર પછી will કે shall સહાયકારક ક્રીયાપદ અને મુખ્ય ક્રીયાપદના to વગરનાં મૂળ રૂપની વચ્ચે કર્તા આવે છે.પરંતુ who થી શરૂ થતા પ્રશ્નાર્થક વાક્યમાં who પછી તરત જ સહાયકારક ક્રીયાપદ અને મુખ્ય ક્રીયાપદનું મૂળ રૂપ આવે છે.

નકારાત્મક વાક્યો : -

( 1 ) અમે ત્યાં રોકાશુ.
       we shall stay there.

       અમે ત્યાં રોકાશુ નહીં.
       We shall not stay there.

( 2 ) તે પરીક્ષામાં નાપાસ થશે .
        He will fail in the examination.

      તે પરીક્ષામાં નાપાસ થશે નહીં .
      He will not fail in the examination .

ભવિષ્યકાળનાં નકારાત્મક વાક્યો બનાવવા માટે shall કે will અને મુખ્ય ક્રીયાપદની વચ્ચે not મૂકવામાં આવે છે .

મનૉયત્ન : -

( 1 ) છોકરો કાલે ક્રીકેટ રમશે.
       A boy will play cricket tomorrow.

( 2 ) બિલાડી ઊંદર પકડશે.
       The cat will catch a rat.

( 3 ) તે કપડા ધોશે.
       She will wash clothes .

( 4 ) તે કાલે ચાર કીલોમીટર ચાલશે.
       He will walk four kilometers tomorrow .

( 5 ) સ્ટેશને કોણ જશે ?
       Who will go to the station ?

( 6 ) તે કયા જશે ?
       Where will he go ?

( 7 ) તે ત્યાં જશે નહીં.
        He will not go there.

( 8 ) તમે ત્યાં જશો નહીં .
       You will not go there .

     


Friday, 10 June 2016

સાદો વર્તમાનકાળ


સાદો વર્તમાન કાળ

     ક્રીયાપદ વગર વાક્ય બનતું નથી.આપણે રોજ સેંકડો ક્રીયાઓ કરીએ છીએ. નીચે કેટલાક અગત્યનાં ક્રીયાપદો આપ્યા છે તે યાદ કરો.
     અંગ્રેજીમાં માત્ર મુળ ક્રીયાપદ હોય ત્યારે તેની આગળ to ( ટુ ) આવે છે. વાક્યમાં એ ક્રીયાપદ વપરાય છે ત્યારે to નિકળી જાય છે.

ખાવું ( to ) eat ( ઇટ ) ,        પીવું  ( to ) drink ( ડ્રીંક )
સૂવુ  ( to ) sleep ( સ્લીપ ), જાગવુ ( to) rise ( રાઇઝ )
                                             ઉઠવુ
વાંચવું ( to ) read ( રીડ ), ચાલવું ( to ) walk ( વોક )
દોડવું ( to ) run ( રન ),   બેસવું ( to ) sit ( સિટ )
ગાવું ( to ) sing ( સિંગ ), રડવુ  ( to ) cry ( ક્રાય )
હસવું ( to ) laugh ( લાફ ), રાંધવુ ( to ) cook ( કૂક )
કપડા પહેરવા (to) dress (ડ્રેસ),રમવું (to) play (પ્લે)
કૂદવુ ( to ) jump ( જંપ ), લખવું ( to  ) write ( રાઈટ )
ઊભારહેવું(to)stand(સ્ટૅન્ડ),વાળવુ(to)sweep(સ્વીપ)
ચૂંટવુ (to) pluck ( પ્લક ), નાચવુ (to) dance ( ડેન્સ)
જોવું ( to ) see ( સી ) , સાંભળવુ ( to ) hear ( હીયર )
સુંઘવુ ( to ) smell ( સ્મેલ ), આવવું ( to ) come (કમ)
જવું ( to ) go ( ગો )

ક્રીયાપદના કાળ

     ક્રીયાનો સમય કાળ કહેવાય છે. " ક્રીયા " થઈ ગઈ હોય છે , થાય છે કે થવાની હોય છે. અંગ્રેજીમાં Tense    ( ટેન્સ ) કહે છે.
     આમ ક્રીયાપદના સાદા કાળ ત્રળ છે : -
( 1 ) વર્તમાન કાળ - Present Tense :- અત્યારે થતી ક્રીયા.
( 2 ) ભૂતકાળ - Past Tense : - ભૂતકાળમાં થઈ ગયેલી ક્રીયા.
( 3 ) ભવિષ્ય કાળ  - Future Tense : - હવે પછી થવાની ક્રીયા.

     નીચે Run ( રન ) દોડવું ક્રીયાપદના સાદા વર્તમાનનાં રૂપો આપ્યા છે. તે મુજબ કોઈ પણ ક્રીયાપદનાં રૂપો થાય

     એકવચનને અંગ્રેજીમાં Singular ( સિંગ્યુલર  ) કહે છે. બહુવચનને અંગ્રેજીમાં Plural ( પ્લુરલ ) કહે છે.

વર્તમાન કાળ ( to run - દોડવું )

એકવચન - Singular

પ્ર. પુરુષ : - I run : - હું દોડુ છું.
બી. પુરુષ : - You run :- તું  દોડે છે.
ત્રી. પુરુષ : - He runs :- તે ( પુરૂષ ) દોડે છે.
                    She runs :- તે ( સ્ત્રી ) દોડે છે.
                    It runs : - તે ( નાન્યતર ) દોડે છે.

બહુવચન - Plural

પ્ર. પુરુષ :- We run : - અમે દોડીએ છીએ.
બી. પુરુષ : - You run : - તમે દોડો છો.
ત્રી. પુરુષ : - They run : - તેઓ દોડે છે.
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )

ધ્યાનમાં રાખો : -

     અંગ્રેજીમાં સાદો વર્તમાન કાળ વાપરતી વખતે વાક્યમાં I , We , You , They અને બહુવચનના કર્તાઓ પછી મૂળ ક્રીયાપદ ફેરફાર વગર વપરાય છે. પરંતુ He , She , It અને A boy , Ram વગેરે ત્રીજા પુરૂષ એકવચનના કર્તાઓ પછી સાદો વર્તમાનકાળ વાપરતી વખતે મૂળ ક્રીયાપદને " S " અથવા " es " પ્રત્યય લગાવવો જ પડે છે.
     હવે ક્રીયાપદને " s " ને બદલે " es " પ્રત્યય ક્યારે લાગે છે તે માટે નીચેના વાક્યો તપાસો : -

( 1 ) She misses the train every day.
        તે રોજ ગાડી ચૂકી જાય છે.
( 2 ) My sister washes clothes daily.
        મારી બહેન રોજ કપડા ધૂએ છે.
( 3 ) Mr Ram teaches English well.
        શ્રી રામ અંગ્રેજી સારું શીખવે છે.
( 4 ) She mixes milk and tea.
        તે દૂધ અને ચા ભેળવે છે.
( 5 ) Ramu goes to school at ten o'clock.
        રામુ દશ વાગ્યે નિશાળે જાય છે.
     ઉપરના વાક્યો તપાસવાથી જણાશે કે જો ક્રીયાપદના મૂળ રૂપને છેડે ss , sh, ch , x કે o હોય તો ત્રીજા પુરૂષ એકવચનમાં ક્રીયાપદને " s " ને બદલે " es " પ્રત્યય લાગે છે.
     જો ક્રીયાપદના મૂળ રૂપને છેડે Y હોય અને Y ની પૂર્વે વ્યંજન હોય તો Y નો I થાય છે અને પછી " es "પ્રત્યય લાગે છે. પરંતુ જો Y ની પૂર્વે સ્વર હોય તો કોઈ પણ ફેરફાર વિના માત્ર " S "પ્રત્યય લાગે છે.
     હવે સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય છે તે માટે નીચેના વાક્યો તપાસો : -

( 1 ) My mother gets up early in the morning.
        મારી બા સવારે વહેલી ઊઠે છે.
( 2 ) I Come to school on a bicycle.
        હું સાયકલ પર નિશાળે આવું છું.
( 3 ) The sun rises in the east.
        સૂર્ય પૂર્વમાં ઉગે છે.
( 4 ) The moon shines in the sky at night.
        ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે.

     ઉપરના વાક્યો તપાસવાથી જણાશે કે નિયમિત રીતે અથવા રોજિંદી ટેવરૂપે બનતી ક્રીયાઓ દર્શાવવા ( જુઓ પહેલા બે વાક્યો ) અને કુદરતના નિયમ પ્રમાણે બન્યા કરતી ક્રીયાઓ દર્શાવવા ( જુઓ છેલ્લા બે વાક્યો ) સાદો વર્તમાનકાળ વપરાય છે.

ધ્યાનમાં રાખો : -


( 1 ) વહેવારમાં Thou - તું નો ઉપયોગ થતો નથી. " તું " ને બદલે " તમે - you " વપરાય છે.
( 2 ) હરહંમેશ બનતી ક્રીયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે , પણ બોલતી વખતે અમુક ક્રીયા ચાલુ છે એવો અર્થ દર્શાવવા ચાલુ વર્તમાનકાળ વપરાય છે.
( 3 ) ત્રીજો પુરૂષ એકવચનમાં ક્રીયાપદને " s " લાગે છે તે બરાબર યાદ રાખો.
( 4 ) જો ક્રીયાપદને s ,ss , sh ,ch , x , કે o આવે તો " s " ને બદલે " es " લાગે છે. જેમકે : - go - goes , wash - washes.
( 5 ) જો ક્રીયાપદને y હોય અને y ની પહેલા એક જ વ્યંજન હોય તો y નો i કરીને પછી es લગાડવો જેમકે :- try - tries.
( 6 ) સાદા વર્તમાનકાળમાં ક્રીયાપદની પૂર્વે am , is , કે are મુકાય નહી ; જેમકે : - હું દૂધ પીઊ છું. I drink milk. ( " I am drink milk." થાય નહી.)

મનૉયત્ન

( 1 ) છોકરો રમે છે.
      A boy plays.
( 2 ) છોકરો ક્રીકેટ રમે છે.
      A boy plays cricket.
( 3 ) છોકરો સાંજે ક્રીકેટ રમે છે.
       A boy plays cricket in the evening.
( 4 ) ગાય દૂધ આપે છે.
       The cow gives milk.
( 5 ) ગાય મીઠું દૂધ આપે છે.
       The cow gives sweet milk.
( 6 ) બિલાડી પકડે છે.
       The cat catches.
( 7 ) બિલાડી ઊંદર પકડે છે.
       The cat catches a rat.
( 8 ) બિલાડી ભૂરો ઊંદર પકડે છે.
       The cat catches a brown rat.
( 9 ) તે ( સ્ત્રી ) ધૂએ છે.
       She washes.
( 10 ) તે કપડા ધૂએ છે.
          She washes clothes.
( 11 ) તે સફેદ કપડા ધૂએ છે.
         She washes white clothes.
( 12 ) તે ચાલે છે.
         He walks.
( 13 ) તે પાંચ કીલોમીટર ચાલે છે.
         He walks five kilometers.
( 14 ) તે સવારે બે કીલોમીટર ચાલે છે.
         He walks two kilometers in the morning.

   



Thursday, 9 June 2016

અંગ્રેજી વાક્ય - રચના


અંગ્રેજી વાક્ય - રચના

  અંગ્રેજી વાક્યની રચના કેમ થાય એ જાણવું જરૂરી છે.
  અંગ્રેજી અને ગુજરતી વાક્યરચનામાં ફેર છે. વાક્યરચના  શીખતાં પહેલા નીચેના થોડાક સર્વનામો યાદ રાખો.
  સર્વનામ એટલે નામને બદલે વપરાતો શબ્દ.
  દરેક વ્યક્તિ પોતાને માટે ' હું ' શબ્દ વાપરે  છે.એક કરતા વધારે વ્યક્તિ પોતાને માટે ' અમે ' શબ્દ વાપરે છે. બીજાને માટે ' તુ ' કે ' તમે ' વાપરે છે અને કોઈ ત્રીજી વ્યક્તિ માટે ' તે ' અને વ્યક્તિઓ માટે ' તેઓ ' વાપરે છે. આ શબ્દોના અંગ્રેજી પર્યાયો નીચે મુજબ છે.

હું  I  ( આઇ )     અમે  We  ( વી )

તું You ( યુ )     તમે You  ( યુ )

તે ( પુરૂષ ) He ( હી )   તેઓ  They  ( ધે )

    ( સ્ત્રી ) She ( શી )        "

 ( નિર્જીવ વસ્તુ માટે ) It ( ઇટ )     "

  ગુજરાતીમાં કોઈ પુરૂષ હોય , સ્ત્રી કે છોકરી હોય કે છોકરૂ - પશુપંખી - કે કોઈ નિર્જીવ વસ્તુ હોય પણ તેને માટે આપણે ' તે ' સર્વનામ વાપરીએ છીએ. પરંતુ અંગ્રેજીમાં એવું નથી અંગ્રેજીમાં પુરૂષ કે નરજાતિ માટે ' He ' સ્ત્રી કે નારીજાતી માટે 'She ' અને નાન્યતર જાતિ માટે ' It ' સર્વનામ વપરાય છે તે ખાસ ધ્યાનમાં રાખવું.જેમકે :-

( 1 ) This is Ramesh.
        આ રમેશ છે.
        He goes to School.
        તે નિશાળે જાય છે.

( 2 ) This is Saroj.
        આ સરોજ છે.
        She goes to School.
        તે નિશાળે જાય છે.

( 3 ) This is a bat.
        આ એક બેટ છે.
        It is my bat.
        તે મારૂં બેટ છે.

સાથે - સાથે આ સર્વનામોનાં નીચેના રૂપો પણ યાદ કરો:

( 1 ) મારૂં  My  ( માય )     -     અમારું  Our  ( અવર )

( 2 ) તારું  Thy ( ધાય )    -     તમારું  Your  ( યોર )

( 3 ) તેનું  ( પુરૂષ ) His ( હીઝ ) - તેઓનું  Their ( ધેર )
               ( સ્ત્રી ) Her ( હર )  -         "
         ( નાન્યતર ) Its   ( ઇટ્સ )  -     "

( 4 ) મને Me ( મી )   -       અમને   Us  ( અસ )

( 5 )  તને  Thee ( ધી )  -   તમને  You  ( યુ )

( 6 ) તેને ( પુરુષ ) Him ( હીમ ) - તેમને Them ( ધેમ )

            ( સ્ત્રી ) Her     -                        "

( નાન્યતર )  It            -                        "

     કોઈ પણ ભાષામાં ' ક્રીયાપદ ' વિના વાક્ય બને નહી વાક્યમાં કોઈ ને કોઈ ક્રીયા થતી હોય છે ક્રીયાપદને અંગ્રેજીમાં Verb ( વર્બ ) કહે છે. વાક્યમાં મુખ્ય પદ ક્રીયાપદ છે.
     ક્રીયા થતી હોય એટલે ક્રીયાનો કરનાર પણ જોઇએ જ. ક્રીયાનો કરનાર "કર્તા " કહેવાય છે.અંગ્રેજીમાં કર્તાને Subject ( સબ્જેક્ટ ) કહે છે , આ કર્તા હાજર હોય છે કે અધ્યાહાર એટલે સમજી લેવાનો હોય છે.
     વાક્યમાં ક્રીયા જેના પર થતી હોય છે તે " કર્મ " કહેવાય છે.કર્મને અંગ્રેજીમાં Object ( ઓબજેક્ટ ) કહે છે. કોઈવાર વાક્યમાં કર્મ હોતું નથી . કોઈવાર બે કર્મ પણ હોય છે.
     ગુજરાતીમાં વાક્યમાં પહેલા " કર્તા ", પછી " કર્મ " અને પછી " ક્રીયાપદ " એમ વાક્ય રચના કરાય છે. જેમકે,

    રમેશ         ચોપડી         વાંચે છે.
(1) ( કર્તા )  (2) ( કર્મ ) (3) ( ક્રીયાપદ )

     પણ અંગ્રેજીમાં પહેલા " કર્તા " પછી " ક્રીયાપદ " અને પછી " કર્મ " એમ વાક્ય રચના કરવી પડે. જેમકે ,

 Ramesh          reads       a book
    રમેશ                રીડઝ        એ બૂક
(1) ( કર્તા ) (2) ( ક્રીયાપદ ) (3) ( કર્મ )
( રમેશ ચોપડી વાંચે છે. )

     નોંધ :- ક્રીયાપદને " કોણ " પૂછવાથી કર્તા મળી આવે છે . જેમકે , ક્રીયાપદ " વાંચે છે " ને આપણે પુછીએ :-

કોણ વાંચે છે ?  જવાબ : - રમેશ ( કર્તા )
      ક્રીયાપદને " શુ " પૂછવાથી કર્મ મળી આવે છે જેમકે , ક્રીયાપદને " વાંચે છે " ને આપણે પુછીએ  : -

શુ વાંચે છે ?  જવાબ : - ચોપડી ( કર્મ )

નીચેના થોડાક નમૂનાનાં વાક્યો બરાબર તપાસો : -

( 1 ) હું    રમું છું    ક્રીકેટ.
        I     play   cricket.
       આઇ   પ્લે      ક્રીકેટ
       હું   ક્રીકેટ  રમું    છું.

( 2 )    ગાય       ખાય છે   ઘાસ
       The cow    eats   grass.
         ધી કાઉ      ઇટ્સ    ગ્રાસ
          ગાય    ઘાસ  ખાય  છે.

( 3 )    સુરેશ     ગાય છે  ગીત.
       Shuresh  sings  song.
          સુરેશ       સિંગ્સ   સોંગ
          સુરેશ    ગીત   ગાય  છે.

( 4 ) બાળક     પીએ છે    દૂધ.
       A baby   drinks   milk.
      એ બેબી     ડ્રીંકસ    મિલ્ક.
      બાળક   દૂધ   પીએ  છે.

( 5 ) મને  ગમે છે   આ    રમકડું.
         I       like    this     toy.
       આઇ  લાઇક  ધીસ   ટોય.
       મને  આ  રમકડું   ગમે  છે.

યાદ રાખો : -

This ( ધીસ ) આ ( એકવચન ),
These ( ધીઝ ) આ ( બહુવચન ),
That ( ધેટ ) તે , પેલું ( એકવચન ),
Those ( ધોઝ ) તે , પેલા ( બહુવચન ),