Pages

Showing posts with label To be ક્રીયાપદ સાથે પ્રશ્નસૂચક શબ્દો. Show all posts
Showing posts with label To be ક્રીયાપદ સાથે પ્રશ્નસૂચક શબ્દો. Show all posts

Wednesday, 14 September 2016

To be ક્રીયાપદ સાથે પ્રશ્નસૂચક શબ્દો


To be ક્રીયાપદ સાથે પ્રશ્નસૂચક શબ્દો

What ( વોટ ) શું ? , Who ( હુ ) કોણ ? , Where ( વ્હેર ) ક્યાં ? , Why ( વ્હાય ) શા માટે ?

ગુજરતી ભાષામાં આપણે આ પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ નીચે પ્રમાણે કરીએ છીએ : -

( 1 ) આ શું છે ?

( 2 ) આ કોણ છે ?

( 3 ) તમારી પેન ક્યાં છે ?

જ્યારે પ્રશ્નાર્થક વાક્યોમાં પ્રશ્નસૂચક શબ્દો " શું " ," કોણ" " ક્યાં " , અને " શા માટે " વાક્યોની વચ્ચે આવે ત્યારે સર્વપ્રથમ પ્રશ્નવાચક શબ્દની અંગ્રેજી કરવામાં આવે છે. ત્યાર બાદ am , is અને are ક્રીયાપદ કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે પછી કર્તાની અંગ્રેજી અને ત્યાર બાદ કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે.

નીચેનાં વાક્યોનો અભ્યાસ કરો : -

( 1 ) આ શું છે ?
       What is this ?

( 2 ) પેલું શું છે ?
        What is that ?

( 3 ) આ ( બ.વ ) શું છે ?
        What are these ?

( 4 ) પેલું ( બ.વ ) શું છે ?
       What are those ?

( 5 ) આ કોણ છે ?
        Who is this ?

( 6 ) આ ( બ.વ ) કોણ છે ?
        Who are these ?

( 7 ) પેલા ( તે ) કોણ છે ?
       Who is that ?

( 8 ) પેલા ( બ.વ ) કોણ છે ?
        Who are those ?

( 9 ) તમારી પેન ક્યાં છે ?
        Where is your pen ?

( 10 ) તમારા પુસ્તકો ક્યાં છે ?
         Where are your books ?

( 11 ) તેનો ભાઈ ક્યાં છે ?
          Where is his brother ?

( 12 ) તેની બહેનપણીઓ ક્યાં છે ?
          Where are her friends ?

નોંધ : -

Who વ્યક્તિનું નામ જાણવા વપરાય છે વ્યવસાય જાણવા વપરાતો નથી. વ્યવસાય જાણવા માટે What વપરાય છે.

નીચેનાં પ્રશ્નો અને તેના ઉતરો સમજો : -

( 1 ) તમે શું કરો છો ?
        What are you ?
        હું વિધાર્થી છું.
        I am a pupil.

( 2 ) તમારા પિતા શું કરે છે ?
        What is your father ?
        મારા પિતા શિક્ષક છે.
        My father is a teacher.

( 3 ) રામજીભાઇ શું કરે છે ?
        What is Ramjibhai ?
       રામજીભાઇ દરજી છે.
       Ramjibhai is a tailor.

( 4 ) રાધાબેન શું કરે છે ?
        What is Radhaben ?
        રાધાબેન દૂધવાળી છે.
        Radhaben is a milkmaid.

( 5 ) તે કોણ છે ?
       Who is he ?
       તે શામજીભાઈ છે.
       He is Shamjibhai.

( 6 ) શામજીભાઇ શું કરે છે ?
        What is Shamjibhai ?
        શામજીભાઇ ગાડિવાન છે.
        Shamjibhai is a driver.

( 7 ) પેલું શું છે ?
        What is that ?
        તે શાહીનો ખડિયો છે.
        It is an inkpot.

( 8 ) તે કોણ છે ?
        Who is he ?
        તે મારો ભાઈ છે.
        He is my brother.

( 9 ) તે કોણ છે ?
        Who is she ?
        તે મારી બહેન છે.
        She is my sister.

( 10 ) આ શું છે ?
          What is this ?
          તે પંખો છે.
         It is a fan.