Pages

Showing posts with label ચાલુ વર્તમાનકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક રૂપો. Show all posts
Showing posts with label ચાલુ વર્તમાનકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક રૂપો. Show all posts

Saturday, 17 September 2016

ચાલુ વર્તમાનકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક રૂપો


ચાલુ વર્તમાનકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક રૂપો

પ્રશ્નાર્થક વાક્યો : -

વિધાનવાક્યોમાં જ્યારે પ્રશ્નાર્થક શબ્દ " શું "વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે to be ક્રીયાપદનાં રૂપો am , is , અને are કર્તા પ્રમાણે સર્વપ્રથમ મૂકવામાં આવે છે.ત્યાર બાદ કર્તાની અંગ્રેજી કરવામાં આવે છે, તેનાં પછી મુખ્ય ક્રીયાપદનું -ing વાળુ રૂપ મૂકવામાં આવે છે તેનાં પછી કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે.

( 1 ) હું સફરજન ખાઉ છું.
       I am eating an apple.
       શું હું સફરજન ખાઉ છું ?
      Am I eating an apple ?

( 2 ) રમેશ પોતાના પાઠ વાંચે છે.
        Ramesh is reading his lesson.
       શું રમેશ પોતાના પાઠ વાંચે છે ?
       Is Ramesh reading his lesson ?

( 3 ) તમે વાર્તાની ચોપડી વાંચો છો.
        You are reading a story - book.
        શું તમે વાર્તાની ચોપડી વાંચો છો ?
        Are you reading a story - book.

પરંતુ જ્યારે વિધાનવાક્યોમાં પ્રશ્નાર્થક શબ્દ when , where , what , who , why અને how વાક્યો ની વચ્ચે આવે તો સર્વપ્રથમ પ્રશ્નાર્થક શબ્દની અંગ્રેજી તેનાં પછી to be ક્રીયાપદનાં રૂપો am , is , અને are કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે.ત્યાર બાદ કર્તાની અંગ્રેજી તેનાં પછી મુખ્ય ક્રીયાપદનું - ing વાળુ રૂપ અને ત્યાર બાદ કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે.

( 1 ) કાળા પાટીયા પાસે કોણ ઉભું છે ?
         Who is standing near the blackboard ?

( 2 ) પેલા ખેડૂતો શું કરે છે ?
        What are those farmers doing ?

( 3 ) અશોકનાં પિતા ક્યાં બેઠાં છે ?
        Where is Ashok's father sitting ?

( 4 ) તમે શું ખરીદો છો ?
       What are you buying ?

નોંધ : -

Who થી શરૂ થતા પ્રશ્નાર્થક વાક્યમાં પદોનો ક્રમ વિધાન વાક્યનાં પદોના ક્રમ જેવો જ હોય છે. માત્ર who કર્તાની જગ્યાએ હોય છે.

નકારવાચક વાક્યો : -

ચાલુ વર્તમાનકાળનાં હકારવાચક વાક્યોને નકારવાચક વાક્યોમાં ફેરવવા માટે સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી તેનાં પછી to be ક્રીયાપદનાં રૂપો am , is , અને are કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે ત્યાર બાદ not અને તેનાં પછી મુખ્ય ક્રીયાપદનું - ing વાળુ રૂપ મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્મ અને અન્ય વાક્યો ની અંગ્રેજી કરવામાં આવે છે.

( 1 ) હું વાર્તાની ચોપડી વાંચુ છું.
        I am reading a story - book.
       હું વાર્તાની ચોપડી વાંચતો નથી.
       I am not reading a story - book.

( 2 ) રાજુ આજે આવે છે.
       Raju is coming today.
       રાજુ આજે આવતો નથી.
       Raju is not coming today.

( 3 ) તેઓ પતંગો ચગાવે છે.
        They are flying kites.
        તેઓ પતંગો ચગાવતા નથી.
        They are not flying kites.