Pages

Showing posts with label ચાલુ ભૂતકાળ. Show all posts
Showing posts with label ચાલુ ભૂતકાળ. Show all posts

Monday, 19 September 2016

ચાલુ ભૂતકાળ

ચાલુ ભૂતકાળ 

ભૂતકાળમાં કોઈ ક્રીયા ચાલુ હતી એ બતાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે . દા .ત ; 

( 1 ) હું ચાલતો હતો .

( 2 ) હું સૂતો હતો .

( 3 ) હું રમતો હતો .

( 4 ) હું વાંચતો હતો .

આ ક્રીયાઓ ભૂતકાળમાં ચાલુ હતી તેથી ચાલું ભૂતકાળ ની ક્રીયાઓ છે .

અંગ્રેજીમાં હકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી તેના પછી to be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભૂતકાળનું રૂપ was કે were મૂકવામાં આવે છે ત્યાર બાદ મુખ્ય ક્રીયા - પદનું ingવાળું રૂપ મૂકવામાં આવે છે . તેના પછી કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે .

નીચેનાં વાક્યો તપાસો : - 

( 1 ) તમારા કાકા ચા પીતા હતા .
       Your uncle was taking tea .

( 2 ) તમારા કાકી પાણી ભરતા હતા .
       Your aunt was fetching water .

( 3 ) રાજેશ ખાતો હતો .
       Rajesh was eating .

( 4 ) શિક્ષક લખતા હતા .
       The teacher was writing .

( 5 ) છોકરાઓ ગઈ કાલે સાંજે પતંગ ચગાવતા હતા .
 The boys were flying kites yesterday evening.

આમ ઉપલા વાક્યો તપાસવાથી જણાશે કે ક્રીયાપદનાં વર્તમાન કૃદંતની આગળ to be નાં ભૂતકાળનાં રૂપોwas   અને were વાપરવાથી ચાલુ ભૂતકાળ બને છે .

નીચે to walk ક્રીયાપદનાં ચાલું ભૂતકાળનાં રૂપો આપ્યા છે એ પ્રમાણે કોઈપણ ક્રીયાપદનાં ચાલું ભૂતકાળનાં રૂપો થાય .

To walk ( ટુ વોક ) ચાલવું 

એકવચન - Singular 

પ્ર. પુરુષ : - I was walking : - હું ચાલતો હતો .
બી. પુરુષ : - You were walking :- તું ચાલતો હતો .
ત્રી. પુરુષ : - He was walking :- તે ચાલતો( પુરૂષ ) હતો .
                    She was walking :- તે ચાલતી( સ્ત્રી ) હતી .
                  It was walking : - તે ચાલતુ( નાન્યતર ) હતું .

બહુવચન - Plural 

પ્ર. પુરુષ :- We were walking : - અમે ચાલતા હતા .
બી. પુરુષ : - You were walking : - તમે ચાલતા હતા.
ત્રી. પુરુષ : -They were walking: -તેઓ ચાલતાહતા.
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )

નોંધ : - 

યાદ રાખો કે કોઈ ક્રીયા ભૂતકાળમાં થઈ ગઈ હોય તે બતાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે .પરંતુ અમુક ચોકકસ વખતે શું થતું હતું તે દર્શાવવા માટે ચાલુ ભૂત - કાળ વપરાય છે . એવી ક્રીયા ભૂતકાળમાં કયારે ચાલુ હતી તે સમજવા માટે વાક્યમાં ભૂતકાળમાં બનેલી ક્રીયા અથવા સમય બતાવનાર શબ્દોનો કે શબ્દસમુહનો ઉલ્લેખ જરૂરી છે .

મનોયત્ન : -

( 1 ) તમે આવ્યા , ત્યારે હું વાંચતો હતો .
       When you came , I was reading .

( 2 ) એ વખતે હું રમતો હતો .
       I was playing at that time .

( 3 ) ચાર વાગ્યે તમે પતંગ ઉડાડતા હતા .
       You were flying a kite at four o'clock .

( 4 ) તમે મને બોલાવ્યો ત્યારે હું ખાતો હતો .
       When you called me , I was eating .

( 5 ) હું નિશાળે પહોંચ્યો ત્યારે ઘંટ વાગતો હતો .
       When I reached the school , the bell was ringing .

( 6 ) તમે મને બોલાવ્યો ત્યારે હું વાડીમાં ફરતો હતો .
       I was walking in the garden when you called me .

( 7 ) કાલે હું આવ્યો ત્યારે તમે લખતા હતા .
       When I came yesterday , you were writing.

( 8 ) ઘંટ વાગ્યો ત્યારે અમે નિશાળે આવતા હતા .
      We were coming to school when the bell rang .

( 9 ) છ વાગ્યા ત્યારે તે પોતાનો પતંગ ચગાવતો હતો .
       He was flying his kite at six o'clock .

( 10 ) તે વખતે હું લખવાના કામમાં હતો .
          I was busy writing at that time .

નોંધ : - 

" જયારે " અને " ત્યારે " નાં ઉપયોગમાં અંગ્રેજી અને ગુજરાતીમાં ફેર પડે છે તે ખાસ ધ્યાનમાં રાખવું .

અંગ્રેજીમાં " જયારે " માટે when શબ્દ છે . " ત્યારે " માટે then શબ્દ છે .

ગુજરાતીમાં " ત્યારે " વપરાય છે અને " જયારે "અધ્યાહાર રહે છે . અંગ્રેજીમાં " જયારે - when  " વપરાય છે અને " then - ત્યારે " અધ્યાહાર રહે છે . જેમકે ,

( 1 ) તમે આવ્યા ત્યારે હું લખતો હતો .
       When you came , I was writing .