To be અને To have નાં સાદા ભૂતકાળનાં રૂપો
To be અને To have ક્રીયાપદોનાં વર્તમાનકાળનાં રૂપો વિશે તમે શીખી ગયાં છો. હવે તમે તેનાં સાદા ભૂતકાળ નાં રૂપો વિશે શિખશો.
( 1 ) ટપાલી શેરીમાં છે.
The postman is in the street.
છોકરાઓ મેદાનમાં છે.
The boys are on the playground.
( 2 ) રમેશ નિશાળમાં હતો.
Ramesh was in the school.
તમે ઘેર હતા.
You were at home.
ઉપરનાં પહેલા વાક્યમાં is , are ક્રીયાપદો " to be " ક્રીયાપદનાં વર્તમાનકાળનાં રૂપો છે. તે ક્રીયાપદો વર્તમાનકાળ દર્શાવે છે.
બીજા વાક્યમાં was , were ક્રીયાપદો " to be "ક્રીયાપદ નાં ભૂતકાળનાં રૂપો છે.તે ક્રીયાપદો ભૂતકાળ દર્શાવે છે.
નીચે " to be " ક્રીયાપદનાં સાદા ભૂતકાળનાં રૂપો આપેલા છે.
એકવચન - Singular
પ્ર. પુરુષ : - I was : - હું હતો - હતી.
બી. પુરુષ : - You were :- તું હતો - હતી.
ત્રી. પુરુષ : - He was :- તે ( પુરૂષ ) હતો.
She was :- તે ( સ્ત્રી ) હતી.
It was : - તે ( નાન્યતર ) હતું.
બહુવચન - Plural
પ્ર. પુરુષ :- We were : - અમે હતા.
બી. પુરુષ : - you were : - તમે હતા.
ત્રી. પુરુષ : - They were : - તેઓ હતા.
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )
પ્રશ્નાર્થક વાક્યો અને નકારાત્મક વાક્યો : -
( 1 ) તે સૈનિક હતો.
He was a soldier.
શું તે સૈનિક હતો ?
Was he a soldier ?
( 2 ) તેનાં માબાપ ગરીબ હતા.
His parents were poor.
શું તેનાં માબાપ ગરીબ હતા ?
Were his parents poor ?
વાક્યમાં " to be "ક્રીયાપદનું રૂપ મુખ્ય ક્રીયાપદ તરીકે વપરાયેલું હોય ત્યારે તે રૂપ વાક્યની શરૂઆતમાં મૂકવા- થી પ્રશ્નાર્થક વાક્ય બને છે.
નકારાત્મક વાક્ય : -
( 1 ) તે હોશિયાર છોકરો હતો.
He was a clever boy.
તે હોશિયાર છોકરો ન હતો.
He was not a clever boy.
( 2 ) તેના માબાપ ગરીબ હતા.
His parents were poor.
તેનાં માબાપ ગરીબ ન હતા.
His parents were not poor.
" to be " ક્રીયાપદનાં હકારાત્મક વાક્યોને નકારાત્મક બનાવતી વખતે " to be " ક્રીયાપદનાં રૂપ પછી " not " મૂકવામાં આવે છે.
To have ક્રીયાપદનાં સાદા ભૂતકાળનાં રૂપો નીચે આપેલા છે : -
એકવચન - Singular
પ્ર. પુરુષ : - I had : - મારી પાસે કે મને હતું.
બી. પુરુષ : - You had :- તારી પાસે કે તને હતું.
ત્રી. પુરુષ : - He had :- તેની પાસે ( પુરૂષ ) કે તેને હતું.
She had :- તેની પાસે ( સ્ત્રી ) કે તેને હતું .
It had : - તેની પાસે( નાન્યતર ) કે તેને હતું
બહુવચન - Plural
પ્ર. પુરુષ :- We had : - અમારી પાસે કે અમને હતું.
બી. પુરુષ : - You had : - તમારી પાસે કે તમને હતું.
ત્રી. પુરુષ : - They had : - તેમની પાસે કે તેમને હતું.
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )
નીચેનાં વાક્યો તપાસો : -
( 1 ) મારી પાસે નવી છત્રી હતી.
I had a new umbrella.
( 2 ) તારી પાસે જૂની છત્રી હતી.
You had an old umbrella.
( 3 ) આ ભરવાડ પાસે ઘણાં ઘેટાં હતાં.
This shepherd had many sheep.
( 4 ) તારી પાસે કાળી પેન્સિલ હતી.
You had a black pencil.
Had નો અર્થ " ની પાસે હતું " , " ને હતું " એવો થાય છે. એ " to have "ક્રીયાપદનું ભૂતકાળનું રૂપ છે અને તે ત્રણે પુરૂષ અને ત્રણે વચનમાં એક જ રૂપે રહે છે.
પ્રશ્નાર્થક વાક્યો : -
( 1 ) આ ખેડૂતને ત્યાં ઘણાં ઢોર હતાં.
This farmer had many cattle.
શું આ ખેડૂતને ત્યાં ઘણાં ઢોર હતાં ?
Had this farmer many cattle ?
( 2 ) ભરવાડ પાસે એક લાંબી લાકડી હતી.
The shepherd had a long stick.
શું ભરવાડ પાસે એક લાંબી લાકડી હતી ?
Had the shepherd a long stick ?
ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે " Had " વાળા વિધાનવાક્યોને પ્રશ્નાર્થક વાક્યોમાં ફેરવતી વખતે સર્વ - પ્રથમ " had " મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્તા ની અંગ્રેજી પછી કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે.
નકારાત્મક વાક્યો : -
( 1 ) મારી પાસે બેટ હતું.
I had a bat.
મારી પાસે બેટ ન હતું.
I had not a bat.
or
I had no bat.
( 3 ) તારી પાસે કાર હતી.
You had a car.
તારી પાસે કાર ન હતી.
You had not a car.
or
You had no car.
ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે " had " વાળા હકારાત્મક વાક્યોને નકારાત્મક વાક્યોમાં ફેરવતી વખતે સર્વપ્રથમ કર્તા ની અંગ્રેજી ત્યાર બાદ had મૂકવામાંઆવે છે પછી " not " કે " no " મૂકવામાં આવે છે, " no મૂક્યા પછી નામની પૂર્વે આવતા આર્ટીકલનો લોપ કરવામાં આવ
0 comments:
Post a Comment