
પૂર્ણ વર્તમાનકાળ ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો
વર્તમાનકાળમાં કોઈ કામ પૂરું થઈ ગયું છે એ બતાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વાપરવામાં આવે છે . પૂર્ણ કાળ બનાવવા માટે ક્રીયાપદનું ભૂત કૃદંત બનાવવું પડે છે .
ક્રીયાપદનાં ભૂતકૃદંતની આગળ to have નાં વર્તમાન કાળનાં રૂપો મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળ બને છે .
( 1 ) તે હમણાં જ બે કીલોમીટર ચાલ્યો છે .
He has just walked two kilometers .
( 2 ) તેઓ કયારનાં ફરવા ગયા છે .
They have already gone for a walk .
( 3 ) ખેડૂતોએ ખેતર ખેડયું છે .
...