To be ક્રીયાપદનો વર્તમાનકાળ
To be ( ટુ બી ) એટલે થવું અથવા હોવું નીચે પુરૂષ - વાચક સર્વનામ સાથે to be ક્રીયાપદના વર્તમાનકાળનાં ત્રણે પુરુષનાં રૂપો આપ્યા છે.દયાનમાં રાખો : -
એકવચન - Singular
પ્ર. પુરુષ : - I am : - હું છું.
બી. પુરુષ : - You are :- તું છે, તમે છો.
ત્રી. પુરુષ : - He is :- તે ( પુરૂષ ) છે.
She is :- તે ( સ્ત્રી ) છે.
It is : - તે ( નાન્યતર ) છે.
બહુવચન - Plural
પ્ર. પુરુષ :- We are : - અમે છીએ.
બી. પુરુષ : - You are : - તમે છો.
ત્રી. પુરુષ : - They are : - તેઓ છે.
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )
ઉપરનાં રૂપો તપાસવાથી જણાશે કે વર્તમાનકાળમાં એકવચનમાં to be નું પ્ર. પુરૂષનું રૂપ am છે , બીજા પુરૂષનું રૂપ are છે , અને ત્રીજા પુરૂષનું રૂપ is છે. બહુવચનમાં ત્રણે પુરૂષમાં to be નું રૂપ are છે.
દયાનમાં રાખો : -
( 1 ) પુરુષનો અર્થ માણસ લેવાનો નથી પણ તે કોઈ વ્યક્તિ કે વસ્તુ હોઇ શકે. પ્ર.પુરૂષ એટલે વાત કરનાર પોતે , બીજો પુરૂષ એટલે વાત સાંભળનાર , ત્રીજો પુરૂષ એટલે જેના વિષે વાત થતી હોય તે વ્યક્તિ કે વસ્તુ.
( 2 ) બહુવચનનાં સર્વનામ સાથે ત્રણે પુરૂષમાં are વપરાય છે.
( 3 ) એકવચનનાં સર્વનામ સાથે પ્ર.પુરૂષમાં am , બીજા પુરૂષમાં are અને ત્રીજા પુરૂષમાં is વપરાય છે.
( 4 ) એકવચનના નામ સાથે is અને બહુવચનના નામ સાથે are વપરાય છે.
( 5 ) નામ ( સંજ્ઞા ) હંમેશા ત્રીજા પુરૂષમાં હોય છે.
( 6 ) અંગ્રેજીમાં ત્રીજા પુરૂષ એકવચનમાં ત્રણ સર્વનામ છે : - He , She , અને It. તેમાંથી he સર્વનામ પુરૂષ કે છોકરા માટે , she સર્વનામ સ્ત્રી કે છોકરી માટે , અને it સર્વનામ નિર્જીવ પદાર્થ , પશુપંખી કે જીવજંતુ માટે વપ- રાય છે.ત્રણેને માટે ગુજરતી શબ્દ " તે " છે.
( 7 ) અંગ્રેજીમાં બોલનારની નજીક રહેલ એક જ વ્યક્તિ , પ્રાણી કે વસ્તુ બતાવવા માટે this શબ્દ અને બોલનાર થી દૂર રહેલ એક જ વ્યક્તિ , પ્રાણી કે વસ્તુ બતાવવા માટે that શબ્દ વપરાય છે.
( 8 ) અંગ્રેજીમાં કોઈ વસ્તુ કે પ્રાણી પરની પોતાની માલિકી બતાવવા માટે my વપરાય છે. એ જ પ્રમાણે સામેની વ્યક્તિની આ પ્રકારની માલિકી બતાવવા માટે your વપરાય છે. નામની પહેલા my કે your આવે ત્યારે તેની પૂર્વે આર્ટીકલ મૂકવામાં આવતો નથી, આ કારણ થી " a my book " એમ બોલાય કે લખાય નહી , પણ ફક્ત " my book " એમ જ બોલાય કે લખાય.
સ્વવાચક વિશેષણો : -
એકવચન - Singular
પ્ર. પુરુષ : - my : - મારૂં
બી. પુરુષ : - Your :- તમારું , તારું
ત્રી. પુરુષ : - His :- તેનું ( નર જાતિ )
Her :- તેનું ( નારી જાતિ )
Its : - તેનું ( નાન્યતર જાતિ )
બહુવચન - Plural
પ્ર. પુરુષ :- our : - આપણું , અમારું
બી. પુરુષ : - Your : - તમારૂં
ત્રી. પુરુષ : - Their : - તેઓનું
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )
નીચેનાં વાક્યોમાં to be ક્રીયાપદનો ઉપયોગ દયાનમાં રાખો : -
( 1 ) ટપાલી શેરીમાં છે.
The postman is in the street.
( 2 ) છોકરાઓ મેદાનમાં છે.
The boys are on the playground.
( 3 ) આ ચોપડી છે.
This is a book.
( 4 ) હું શિક્ષક છું.
I am a teacher.
( 5 ) તે મારો ભાઈ છે.
He is my brother.
( 6 ) હું તારી બહેન છું.
I am your sister.
( 7 ) આ કૂતરો છે.
This is a dog.
( 8 ) આ મારો કૂતરો છે.
This is my dog.
( 9 ) પેલો તમારો કૂતરો છે.
That is your dog.
( 10 ) આ ભમરડો છે.
This is a top.
( 11 ) તે મારો ભમરડો છે.
It is my top.
( 12 ) તું રાજેશ છે.
You are Rajesh.
( 13 ) તું વિધાર્થી છે.
You are a pupil.
( 14 ) આ પેન્સિલો છે.
These are pencils.
( 15 ) પેલું ફુલ સુંદર છે.
That flower is beautiful.
ઉપરનાં વાક્યો તપાસવાથી જણાશે કે સર્વપ્રથમ કર્તા ની અંગ્રેજી ત્યાર બાદ Am , Is અને Are કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે અને ત્યાર બાદ કર્મ અને વાક્યો મૂકવામાં આવે છે.
No comments:
Post a Comment